વાંકાનેર પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાની પધરામણી થતી હોય ત્યારે આજરોજ રવિવારે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હોય, જેમાં સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન વાંકાનેર પંથકમાં સરેરાશ સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે ધરતીપુત્ર ખુશ ખુશાલ થઈ ગયા છે, તો બીજી તરફ વાકાનેર પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ એક ડેમમાં પણ નવા નિરની આવક નોંધાય છે અને હાલ ડેમની સપાટી 45.80 ફૂટે પહોંચી છે...