આંબરડી ગામે રાત્રે 10 ફૂટ લાંબો અજગર નજરે પડ્યો હતો. ગામલોકોની જાણ બાદ મિતિયાળા વનવિભાગની ટીમ દોડી આવી અજગરને પકડી સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો હતો.ગામલોકોએ તરત જ મિતિયાળા વનવિભાગને જાણ કરી. ઘટના સ્થળે વનકર્મી ગોહિલભાઈ સહિતની ટીમ દોડી આવી હતી. ટીમે અજગરને સાવચેતીપૂર્વક પકડી સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો હતો.