અમદાવાદમાં વરસાદના કારણે અનેક જગ્યાએ મકાનો પડી જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ 9.30 વાગ્યાની આસપાસ કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે રાજા પરષોત્તમની ખડકી નજીક બે માળનું મકાન ધરાશાયી થયું. મકાન પડવાની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગેની જાણ થતા એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા..