રવિવારના 5:30 કલાકે પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ પારડી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કલસર કોસ્ટલ હાઇવે પાસેથી બે મોપેડમાં લઈ જવા તો વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યા. પોલીસે બંને મોપેડમાંથી મળી કુલ દારૂ અને મોપેડ મળી 2,16,700 નો મુદ્દામાલ કબજે લઈ વલસાડના બે ઈસમોને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે.