જાંબુઘોડા APMCના ડિરેક્ટર તુલસી બારીયાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભાણપુરા ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન તા.10 સપ્ટેમ્બર બુધવારના રોજ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જાંબુઘોડા તાલુકા ભાજપના પ્રમુખ રણજિતભાઈ બારીયા, જાંબુઘોડાના સરપંચ જીતકુમાર દેસાઈ અને વિક્રમભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પ નુ જીતકુમાર દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેની માહિતી તા.10 સપ્ટેમ્બર બુધવારના રોજ સાંજે 6 મળવા પામી હતી