મોડાસા શહેરમાં છેલ્લા બે કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસવાના કારણે મોડાસા શહેરની એઇમ્સ હોસ્પિટલ આગળ પસાર થતો બાય પાસ સ્ટેટ હાઇવે રોડ ઉપર આજરોજ શનિવાર બપોરે 12 વાગ્યાના અરસામાં ઢીંચણસમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ને હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનો જાગૃત વાહન ચાલકે દ્રશ્યોનો વિડીયો વાયરલ કર્યો હતો.