નિઝર પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ 5 કલાકે મળતી માહિતી મુજબ નિઝર ગામના ફરિયાદી વિશાલ વળવી સહિત અન્ય કેટલાક લોકોને અંધારામાં રાખી ગુજરાત સરકારની ખોટી સ્કીમ બતાવી વિશ્વાસમાં લઈ તેમના ડોક્યુમેન્ટ લઈ નવા સીમ કાર્ડ કઢાવી ધી કોસમોસ કો ઓપરેટિવ બેંક લિમિટેડ માંથી લાખો રૂપિયાની લોન લઈ લેતા ફરિયાદ દાખલ થઈ છે.જેમાં આકાશ પાડવી, નરેન્દ્ર કોટડીયા અને બ્રિજેશ પટેલ તેમજ અન્ય પાંચ છ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.