સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી હરણાવ નદી કે જે ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અનેક વર્ષો બાદ આજે સવારે 7 વાગ્યા ની આસપાસ હરણાવ નદી રૌદ્ર સ્વરૂપે દેખાઈ હતી. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે નદી કિનારે આવેલા પુલ નીચે રહેતા ઝુપડવાસીઓને અન્ય સ્થળે ખસેડાયા હતા. તો સોમનાથ મંદિર,સ્મશાન ઘાટો સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે હાલતો તે વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ.