શુક્રવારના છ કલાક સુધી ચાલેલા વિસર્જન ની વિગત મુજબ વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘરમાં સ્થાપિત કરાયેલી નાની ગણેશ પ્રતિમાઓનો દોઢ દિવસના વિસર્જન બાદ આજ રોજ અઢી દિવસના ગણેશ પ્રતિમાનો વિસર્જન કરવામાં આવ્યું હતું. વલસાડના ઔરંગા નદી કિનારે આવેલા ઓવારા ખાતે ભક્તો દ્વારા અશ્રુભીની આંખે બાપાને વિદાય| આપવામાં આવી હતી અને વિસર્જન દરમિયાન કોઈ પણ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો