ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે શ્રવણચોકડી નજીક રંગપ્લેટીનુમા કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલા સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. એસ.ઓ. જી.ના પી.એસ.આઈ. બી.એસ.શેલાણાને મળેલી બાતમી આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરતાં હકીકત બહાર આવી હતી.પોલીસે સ્થળ પરથી મેનેજર અરૂણ રામસ્વરૂપ જયરામ લોદીને ઝડપી પાડ્યો છે.આ સમગ્ર ગેરકાયદેસર ધંધાનો સંચાલક ઈશિપ્ત પટેલ હોવાનું બહાર આવ્યું છે. તે હાલ ફરાર છે.