બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટાફ ના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં ખોડીયાર માતાના મંદિર પાસે ઓકળામાં ટોર્ચ લાઈટના અંજવાળે ગંજીપત્તા વડે તીનપત્તીનો હારજીત નો જુગાર રમતા 12 ઈસમોને રોકડા રૂપિયા 21,740 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી..