શુક્રવારનો બે વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડ તાલુકાના હિંગરાજમાં રહેતા ટંડેલ પરિવારની મહિલા તેની પુત્રી સાથે શ્રાવણ માસ નિમિત્તે તડકેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરે દર્શન કરીને પરત ફરતી વખતે| CB સ્કૂલ નજીક પહોંચતા મોપેડમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.સ્થાનિક લોકોએ પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગ કાબૂમાં ન આવતા રસ્તા પરથી પસાર થતી ST બસના એક જાગૃત ચાલકે| ફાયર એક્સરિ્ટગિ્વશર વડે આગ પર કાબૂ મેળવ્યો હતો.