જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલ એક ડાઇનિંગ હોલના સંચાલકોએ જમવા આવેલા ગ્રાહકો સાથે બબાલ કરીને હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં બે મહિલાઓ સહિત ડાઇનિંગ હોલના છ સભ્યોએ એક ખાનગી કંપનીના સુપરવાઇઝર અને તેને બચાવવા આવેલા માલિક પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. આ મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.