હાલોલ ડિવિઝનના તાબામાં આવતા પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલા વાહનોની હરાજી પ્રક્રિયા હાલોલ રૂરલ પોલીસ મથક ખાતે તા.26 ઓગસ્ટ મંગળવારના રોજ યોજાઈ હતી.આ હરાજીમાં દ્વિચક્રી અને ચારેક ચક્રી સહિત કુલ 15 વાહનો મુકાયા હતા, જેમાંથી 12 વાહનો અપસેટ કિંમત કરતા વધુ કિંમતે વેચાયા હતા જ્યારે 3 વાહનો ખરીદદારો વિના રહી ગયા હતા હરાજી પ્રક્રિયામાં કુલ 31 લોકોએ ભાગ લીધો હતો.હરાજી દરમ્યાન હાલોલ DYSP વિક્રમસિંહ રાઠોડ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.