સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે આગામી સમયમાં વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડશે ત્યારે આ લાખોની જનમેદની વચ્ચે લોકોની આરોગ્ય અંગેની સુરક્ષા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી.જી.ગોહિલે કચેરી ખાતેથી વધુ માહિતી આપી હતી