આજરોજ મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી આવેદનપત્રમાં જણાવ્યુ કે,કેન્દ્ર સરકારે કપાસની આયાત પર વેરો રદ કર્યો છે,જેથી અમેરિકન કપાસ પણ કરમુક્ત જાહેર થયો છે,આ નિર્ણયથી ગુજરાતના તેમજ દેશના ખેડૂતોને મોટું નુકસાન થશે.સસ્તું અમેરિકન કપાસ ભારતીય બજારમાં આવશે તો ભારતીય ખેડૂતનો કપાસ કોણ ખરીદશે?વિદેશી ખેડૂતોને સરકારથી મોટી સબસિડી મળે છે જ્યારે ભારતીય ખેડૂત પહેલેથી જ મુશ્કેલીમાં છે. સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આમ આદમી પાર્ટી સંઘર્ષનો માર્ગ અપનાવશે.