ડોલવણ તાલુકાના કલકવા ગામના યુવકે ઝેરી દવા પી લેતા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે આવેલ પોલીસ ચોકી ખાતેથી 3 કલાકે મળતી વિગત મુજબ ડોલવણ તાલુકાના કલકવા ગામના મયુર પટેલ નામના યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા આસપાસના લોકોને જાણ થતા વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.જ્યાં સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.