થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના સીટી પોલીસ સ્ટેશન પાસેથી માંજલપુરના ગણપતિની આગમન યાત્રા નીકળી હોય ત્યાંથી ગણપતિ ને લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેકવામાં આવ્યા હતા.આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી,આ મામલે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પ્રતિક્રિયાઓ આપતા આં કૃત્ય ને સખ્ત શબ્દો માં વખોડી નાખવામાં આવ્યું હતુ.