અમદાવાદમાં એકલ દોકલ પેસેન્જરને રીક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ દાણીલીમડા પાસેથી ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પેસેન્જરની નજર ચુકવી દાગીનાં અને રોકડની ચોરી કરતા હતા. આરોપીઓ પાસેથી 1.09 લાખનાં દાગીનાં અને રોકડ કબ્જે કરાયા છે. શહેજાદ દિવાન, નવાઝ શેખ, અશરફ પઠાણ અને કાસિફહુસેન શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.