આજરોજ 1ઓક્ટોબરના દિવસે કડી નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા અકસ્માતમાં ટોટલ લોસ થયેલ એમ્બ્યુલન્સ નું વીમા કંપની પાસે વળતર મેળવી રૂપિયા 19 લાખના ખર્ચે નવી એમ્બ્યુલન્સ વસાવી હતી.નગરપાલિકાએ નાગરિકોને રાહત દરે એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવા માટે અત્યાધુનિક સુવિધા સાથે નવી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી.જેના થકી કડી શહેર સહિતના જરૂરિયાત મંદ લોકોને રાહત દરે સેવા મળી રહેશે.આ એમ્બ્યુલન્સ સેવાનો 1 ઓક્ટોબરને બુધવારના રોજ નગરપાલિકાના પ્રમખના હસ્તે શુભારંભ.