વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં પ્રવેશતાં 37 જેટલા કાચા પાકા મકાનોમાં નદીના પાણી ફરી વળ્યા છે.તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી સાથે જ અહીંથી લોકોને નજીકની શાળામાં ખસેડાયા છે.અહી ધીમે ધીમે વિશ્વામિત્રી નદીના પાણી આગળ વધી રહ્યા છે.જેના કારણે હવે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.લોકોની ઘરવખરી ને નુકસાન સાથે સાથે મગરનો પણ ભય રહેલો છે.