પાલનપુર એરોમા સર્કલ ખાતે સતત ટ્રાફિકની સમસ્યા સર્જાતિ હોય છે અને આ ટ્રાફિકની સમસ્યા ને દૂર કરવા માટે ટ્રાફિક જવાનો ફરજ બજાવતા હોય છે ત્યારે આ ટ્રાફિક જવાનોની સુરક્ષા ને લઈ અને ટ્રાફિકના તમામ જવાનોને રાત્રિ દરમિયાન ટ્રાફિકની કામગીરી દરમિયાન કોઈ અકસ્માતના સર્જાય તે આશયથી રેડિયમ જેકેટ આપવામાં આવ્યા છે મંગળવારે રાત્રે 10:00 કલાકે જિલ્લા ટ્રાફિક પીઆઇએ જણાવ્યું હતું કે કોઈ ટ્રાફિક જવાનને અકસ્માત ના સર્જાય તેને લઈને રેડિયમ જેકેટ આપવામાં આવ્યા છે.