ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ શહેરના ન્યારી રોડ પર આવેલ હોટલ રેજન્સી લગુન પાસે દારૂ પીને કાર ચલાવતા એક ફોર્ચ્યુનર કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દેતા ગાડી ઉંધી વળી ગઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી મળી આવેલ દારૂની બોટલ અને કાર કબજે કરી, ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.