આજ રોજ 4 ઓક્ટોબર ના રોજ કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલ હરસિધ્ધિ સોસાયટીમાં તેમજ ઓમકાર સોસાયટીમાં બે મહિલાઓએ પોતાના ઘરમાં ઉપરના માળે પંખા સાથે દુપટ્ટો બાંધી તેમજ એક મહિલાએ સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.ઘટનાની જાણ થતાં પરિવારજનોએ કડી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.કડી પોલીસે બંને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જો કે આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.