છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 138 જેતપુર વિધાનસભાના કવાંટ તાલુકાના પાંચ જેટલા નવીન રસ્તાઓ મંજૂર કરાયા છે. નવીન રસ્તાઓ મંજુર કરાતા વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે. વિસ્તારના લોકોએ અને ધારાસભ્ય એ રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.