મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલ શક્તિપીઠ માં બહુચરના મંદિરને કરોડોના ખર્ચે નવું મંદિર બનાવવાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી હતી.થોડા દિવસ પહેલા જ સી.એમ ભુપેન્દ્ર પટેલ સહિત આગેવાનો માતાજીના મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા.માં બહુચરાજી મંદિરનો પણ અંબાજી તેમજ પાવાગઢ ની જેમ વિકાસ કરવામાં આવશે. હાલમાં જુના મંદિરના આગળના ગુંબજનો ભાગ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.દર્શન માટે ઉપચાર વ્યવસ્થા કરવામાં આવી છે.