રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદને લઈને જિલ્લા કલેક્ટર શ્રી ઓમ પ્રકાશે આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે,રાજકોટ જિલ્લામાં 550 મી.મી. એટલે કે 90% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.વરસાદને લઈને 80% ડેમો ભરાઈ ગયા છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે માલહાનિના સમાચાર સામે આવ્યા નથી.