સલામત પુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂ 19 લાખ 16,290 ની કિંમત ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરતની જોન વન એલસીબી પોલીસે ઝડપે પાડી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીએ સુરત શહેરની અલગ અલગ માર્કેટમાં ફરી વેપારીઓને તેમની વાતોમાં ભોળવી તેઓ પાસેથી માલ લઇ અને પેમેન્ટ ચૂકવી નહીં ગુનો કરેલ હતો.