આજે સાંજે 7 વાગ્યાની આસપાસ રાજકોટ શહેરમાં મવડી ગામ નજીક એક અજાણ્યા પરપ્રાંતિય પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ રાજકોટ તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના હત્યા હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી, પરંતુ પોલીસે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.