જેસર તાલુકાના કદમગીરી સહિત ડુંગરોમાં લીલી ચાદર જોવા મળી રહી છે જેને લઈને સહેલાણીઓ રજાઓના દિવસોમાં ઉલટી રહ્યા છે ત્યારે આજે રવિવારે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના ડુંગરમાં આહ્લાદક વાતાવરણ નિહાળવા લોકો આવી રહ્યા છે જિલ્લાભરમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં જેસર તાલુકામાં હિલ સ્ટેશનની મુલાકાતે આવી રહ્યા છે