વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી અસોય નદી પર આવેલ પુલ લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોય, જેનું તંત્ર દ્વારા સમારકામ કરી બાઇક તથા કાર માટે પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હોય, જે બાદ જિલ્લા કલેકટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તેમ છતાં કોઈ પણ પ્રકારની રોકટોક વગર અહીંથી ભારે વાહનો પસાર થઇ રહ્યા છે.