ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામ પુનિયાબારી ફળિયામાં રહેતા અજયભાઈ સુમનભાઈ ગાંવિત સાથે સાયબર ઠગાઈનો કેસ સામે આવ્યો છે. ફરીયાદીનો મોબાઇલ હેક કરી અજાણ્યા આરોપીએ લોભામણી લિંક દ્વારા તેના બજાજ ફાઇનાન્સ-ફ્લિપકાર્ડ એકાઉન્ટ પરથી લોન લઈને Motorola Edge 60 Stylus મોબાઇલ ફોન ખરીદી કર્યો હતો. આ દરમિયાન ફરીયાદીના સેલેરી એકાઉન્ટમાંથી રૂ. 15,378/- ઉપાડી લેવાયા હતા. ઘટનાની તપાસ ખેરગામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ગામીત દ્વારા હાથ ધરવામાં આવી છે.