નવાગામ થઇ ભાણવડ ને જોડતા કોઝવે પર બાઈક સાથે એક પરિવાર નદીમાં તણાયો.. વર્તુ નદીના ધસમસતા પાણીમાં પ્રવાહમાં બાઈક સાથે પરિવાર તણાયો. પ્રકાશભાઈ નામનો વ્યક્તિ તેનાં પત્ની અને બાળક સાથે ભાણવડ થી નવાગામ જતા હતા .. નવાગામ પાસે કોજવેમાં પાણી ના પ્રવાહ વચ્ચે બાઇક તણાઈ હતી... સ્થાનિક લોકોએ સમયસૂચકતા અને હિંમત દાખવીને તાત્કાલિક પરિવારને બચાવવા માટે કામગીરી હાથ ધરી.. જીવના જોખમે સ્થાનિક યુવાનોએ નદીમાં ઉતરીને તણાઈ રહેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યો..