તાલુકાના ખેરોજ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ માલાવાસ ગામના નાડા ત્રણ રસ્તા પર થી 10 દિવસ અગાઉ અંદાજીત રૂ.12 લાખ કરતા વધુ કિંમત ની નલ સે જલ યોજના ની પાઇપો ની ચોરી થયા ની ફરિયાદ શુક્રવારે અંદાજીત 4 વાગ્યા ની આસપાસ ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.પોશીના તાલુકા ની પ્રજાને પીવાનું પાણી મળી રહે તે માટે માલાવાસ ગામે મુકેલી અંદાજીત 250 પાઇપો કોઈ અજાણ્યા ઈસમો ચોરી ને લઈ જતા ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.