નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ રાજપીપળા સિવિલ હોસ્પિટલ વારંવાર કોઈકને કોઈ વીવાદોમાં જોવા મળતું રહેતું હોય છે. અનેક સુવિધા ના હોવાના કારણે કેટલાક દર્દીઓને હાલાકી ભોગવી પડતી હોય છે તેવા અનેક બનાવ સામે આવ્યા છે. ત્યારે AAP ના પ્રમુખ નિરંજન વસાવા તેની જાણ થતી હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે. તેવો દ્વારા દર્દીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે બાબતે રજૂઆત પણ કરવામાં આવતી હોય છે.