કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં પ્રસાદમ ભોજન રથ દ્વારા ખીચડી અને કઢીનું વિતરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તથા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરના કાર્યાલયથી આ રથનો પ્રારંભ થયો હતો. આ પ્રસાદમ રથ દરરોજ સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને મફત ભોજન પૂરું પાડે છે. આ પહેલથી શ્રમજીવીઓ, બાળકો અને અનેક પરિવારોને દૈનિક ભોજનની ચિંતામાંથી મુક્તિ મળે છે.