કડોદરા પોલીસને ધર્મ સાથે પોતાની નૈતિક ફરજ પણ અદા કરવાની હોય છે. આનંદ ચતુર્દશીના દિવસે અનેક જગ્યાઓથી ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળતી હોવાથી, સમગ્ર તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પોલીસ કર્મચારીઓને સજ્જ રહેવું પડે છે. આમ, ધર્મ અને ફરજ પાલનને સમાન મહત્વ આપીને કડોદરા પોલીસે આજે પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અનોખી રીતે કર્યું. ગઈ કાલે શનિવારે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી, જ્યારે આજે રવિવારે સાંજે વિસર્જન કરાયું.