રાપરનાં ચિત્રોડ નજીક દરોડો પાડવા ગયેલી પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કરી નાખ્યો હતો. ખાણ ખનીજ વિભાગની ટીમ રોયલ્ટી ની તપાસ કરી રહી હતી ત્યારે કારમાં આવેલા ત્રણ સમોએ ટીમ પર હુમલો કરી નાખ્યો હતો અને માર માયી હતો જે બાદ અને કારમાં આવેલા અન્ય લોકોએ પણ ગાળાગાળી કરી ખનીજ વિભાગની ટીમને ડરાવવાનો પ્રયત કયી હતો. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે