This browser does not support the video element.
નખત્રાણા: મુરૂ ગામની સીમમાં જુગાર રમતા પાંચ ખેલી પકડાયા
Nakhatrana, Kutch | Sep 4, 2025
નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે,સૈયદ હસનવલીપીરની દરગાહથી દક્ષીણે બાવળની ઝાડીઓમાં કેટલાક શખ્સો જુગાર રમે છે. બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા આરોપી દિનેશ જખુ મહેશ્વરી,ભાવેશ જયંતી ચૌહાણ, સંજય મોહનગર ગોસ્વામી, જયદીપ વિજય ચુડાસમા અને રાજેશ કાનજી આહીર ગંજીપાનાનો જુગાર રમતા રોકડ રૂપિયા 14,120 સહિતના મુદ્દામાલ સાથે હાજર મળ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.