આગામી તહેવારોને ધ્યાન માં રાખી વધુ ટ્રેનોની સુવિધા ઉભી કરવાની માંગ ઉઠી છે.સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની રેલ્વેના GM ને ઉદ્દેશી ARM ને રજૂવાત કરી છે.દિવાળી,છઠ્ઠપૂજા,સહિત અનેક તહેવારો આગામી સમયમાં આવી રહ્યા છે.તહેવારો દરમ્યાન વતન જવા પરપ્રાંતીય લોકોનો ભારે ઘસારો રહે છે.ભૂતકાળમાં થયેલી અફરાતફરી અને ભાગદોડ ને ધ્યાનમાં રાખી વધુ ટ્રેનો દોડાવવા રજુવાત કરી છે.અનેક રૂટો પર ટ્રેનના સ્ટોપેજન સમયમાં વધારો કરવાની માંગ કરી છે.