છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામાપલસાદી ગામે જવાનો રસ્તો તંત્ર દ્વારા ના બનાવતા ગ્રામજનો એ સુત્રોચાર કર્યા હતા. એક હજાર લોકો ની વસ્તી ધરાવતું ગામ ચોમાસા ના ચાર મહિના મુશ્કેલી માં મુકાય જાય છે. ગામમાં જવા માટે બે કિલોમીટર પગપાળા ચાલીને જવું પડે છે. રામાપલસાદી ગામે જવા માટે કાદવ કીચડ વાળા રસ્તા ઉપર થી પસાર થવું પડે છે. વધુમાં ગ્રામજન મુકેશભાઈ રાઠવા,અજયભાઈ રાઠવા અને લાલજીભાઈ રાઠવા એ શું કહ્યું? જુઓ