રાજકોટ: કેદારનાથના દર્શને ગયેલા રાજકોટ, મોરબી અને જામનગર સહિત સૌરાષ્ટ્રના 47 જેટલા શ્રદ્ધાળુઓ ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાને કારણે ફસાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જોકે, હવે રસ્તો ખૂલતા તમામ યાત્રાળુઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. મળતી માહિતી મુજબ, મંગળવાર રાત્રિના સમયે કેદારનાથમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક રસ્તાઓ પર ભેખડો ધસી પડી હતી. આ કારણોસર 47 જેટલા શ્રદ્ધાળુઓ હોટલમાં રોકાઈ ગયા હતા અને આગળ વધી શક્યા નહોતા.