ભુજ-માધાપર હાઈવે પર આવેલી આશિષ ટાયરની દુકાનમાં આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. સવારે 8:30 વાગ્યાના સુમારે દુકાનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. દુકાનના માલિક મિરાજ બુધભટ્ટીના જણાવ્યા મુજબ, દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. આસપાસના લોકોએ તરત જ ભુજ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.