સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લિંબાયતના ચકચારી કાપડ વેપારી આલોક અગ્રવાલ હત્યા કેસના માસ્ટરમાઇન્ડ આરોપી અસફાક શેખ ઉર્ફે કૌઆને ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા જતાં તેણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર છરા વડે હુમલો કરતા, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપી ઇજાગ્રસ્ત થયો છે.ગત 2 ઓગસ્ટ, 2025ના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં કાપડના વેપારી આલોક જિંદારામ અગ્રવાલની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હત્યા કરવામાં આવી હતી.