અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરીફ પર લાગુ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉપગ્રહ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરના ઘોઘા ગેટ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પૂતળા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેને લઇને પોલીસ તંત્ર દ્વારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.