ખંભાત શહેરમાં રસ્તા પૈકી સરકારી જમીન પર દબાણો પર તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રસ્તા પૈકીની સરકારી જગ્યામાં પાકા મકાનો બનાવનાર દબાણોને દૂર કરવા ફરિયાદ કરવામાં આવી હતી. સુનાવણી બાદ હુકમોનુસાર, ખંભાત પાલિકાના ચીફ ઓફિસર કૃણાલ પટેલ, જેટીપી ટીમ સહીતની ટીમ બુલડોઝર લઈ પહોંચી હતી.અને દબાણો પર બુલડોઝર ફેરવી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.જે દરમ્યાન પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો.