હાલોલ સાવલી રોડ પર નર્મદાની મુખ્ય કેનાલના બ્રિજ ઉપર એક ટ્રક ચાલકે કાર ને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર વડોદરા ના બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી એક યુવકને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.બન્ને યુવકો સંતરામપુર તરફ ગયા હતા અને નર્મદા કેનાલ માર્ગે વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે ખાખરીયા પાસે આજે ગુરુવારે સાજના સુમારે અકસ્માત નડ્યો હતો.