વડોદરા : સંસ્કાર નગરી અને કલાનગરી તરીકે ખ્યાતનામ થયેલા વડોદરા ને હવે નવું નામ ખાડોદરા નગરી લોકો દ્વારા અપાયું છે ત્યારે હરણી ડમરુ સર્કલ આસપાસના રસ્તાની હાલત બિસ્માત બની છે. તંત્ર દ્વારા ચાલુ વરસાદે કાળી માટી નાખીને માત્ર થીગડા મારવાનો વ્યર્થ પ્રયાસ કરાયો છે. હરણીથી દેણા ચોકડી સુધીના રસ્તે ઠેર ઠેર મોટા ખાડા પડેલા છે. વાહનો પણ નજીવી ગતિએ ચલાવવા પડે છે અને અકસ્માતનો ભય સર્જાયા કરે છે ત્યારે,સામાજિક કાર્યકરે તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા.