બનાસકાંઠા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ માંગીલાલ પી. પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. થરાદ વિધાનસભા મતવિસ્તારમાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન અંગે ધ્યાન દોર્યું છે.પત્રમાં જણાવ્યા મુજબ, થરાદ, સુઇગામ અને વાવ તાલુકામાં ભારે વરસાદને કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. રેલ નદીના કારણે વ્યાપક જમીન ધોવાણ થયું છે. અનેક ઘરો ડૂબી ગયા છે અને કેટલાક ધરાશાયી થયા છે. પશુઓના મૃત્યુથી પશુપાલકોને મોટું નુકસાન થયું છે.