જામનગરમાં આહિર શૈક્ષણિક સંકુલ છાત્રાલયમાં ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા દસ દિવસીય વાર્ષિક તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પમાં ગણેશચતુર્થી નિમિત્તે ગઈકાલે શાળા કોલેજના કેડેટ્સ દ્વારા પ્રકૃતિની સંભાળ તરફની સજગતા તથા કલા કૌશલ્યનાં અદભુત પ્રયાસના સમન્વયથી બનાવવામાં આવેલા ઇકોફ્રેન્ડલી શ્રીગણેશજીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.